Satya Tv News

ભારતીય મહિલા રેસલર એથલીટ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માં 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલ ગોલ્ડ મેડલ મેચ પહેલા 100 ગ્રામ વધુ વજન હોવાને કારણે તેને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી.વિનેશ ફોગાટે આ નિર્ણય અંગે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)ને અપીલ કરી હતી કે તેને ઓછામાં ઓછો સિલ્વર મેડલ આપવામાં આવે, જેના પર 13 ઓગસ્ટના રોજ CASનો નિર્ણય આવવાનો હતો.પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, CASના મેડલ પર નિર્ણય 16 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. હવે વિનેશ ફોગાટના કેસનો નિર્ણય 16 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર રાત્રે 9:30 વાગ્યે આવશે.પેરિસ ઓલિમ્પિક 2024માં વિનેશ ફોગાટે ગોલ્ડ મેડલ મેચમાં પહોંચી ઈતિહાસ રચી દીધો હતો. તે રેસલિંગની ફાઈનલમાં પહોંચનારી પહેલી મહિલા રેસલર બની હતી.એક રાત પહેલા વજન ઓછું કરવા માટે તેમણે તમામ પ્રયત્ન કર્યા હતા. તેમણે જોગિંગ, સાઈકલિંગ કરવાની સાથે પોતાના વાળ અને નખ પણ કાપ્યા હતા. તેમ છતાં તેનું વજન 100 ગ્રામ વધુ નીકળ્યું હતુ.

error: