ઉમરપાડા ખાતે માજી કેબિનેટ મિનિસ્ટર ગણપતભાઈ વસાવાની અધ્યક્ષતામાં એક ભવ્ય ‘તિરંગા પદયાત્રા’ યોજાઇ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને સમગ્ર ઉમરપાડા તાલુકો દેશભક્તિના રંગમાં રંગી ગયો.
યાત્રા વનરાજ હાઇસ્કુલથી શરૂ થઈને ઉમરપાડા બજાર અને બસ સ્ટેશન સુધી ગઈ, જ્યાં રાષ્ટ્રધ્વજ સાથે યાત્રાનો સમાપન થયો.યાત્રામાં ભાગ લેનારોએ તિરંગા લહેરાવીને દેશભક્તિના નારા લગાવ્યા, અને આ સાથે તિરંગા ગીતો ગાયા.ગણપતભાઈ વસાવાએ જણાવ્યું કે, “હર ઘર તિરંગા અભિયાન” હેઠળ દેશભરમાં તિરંગા યાત્રાનો આયોજિત છે, અને ઉમરપાડાની પદયાત્રા દેશભક્તિ વધારવાની પ્રેરણા બનશે.યાત્રા દરમિયાન અરજુનભાઈ વસાવા,
પ્રવીણભાઈ પટેલ, એફ એમ પઠાણ સહિત વિવિધ અધિકારીઓ અને સ્થાનિક પ્રજાજનોની હાજરી રહી.