Satya Tv News

ભરૂચ જિલ્લા કક્ષાના 78માં સ્વાતંત્ર્ય પર્વની તાલુકા મથક હાંસોટ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલેક્ટર તુષાર સુમેરાએ ધ્વજવંદન કર્યું હતું

સ્વતંત્ર ભારતના 78 માં સ્વાતંત્ર પર્વની ભરૂચ જિલ્લા કક્ષાની ઉજવણી હાંસોટ ખાતે કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી,ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા,જિલ્લા પોલીસવડા મયુર ચાવડા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તો વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરાઈ હતી. આગેવાનોના હસ્તે સ્વાતંત્ર સેનાનીઓ અને સમાજસેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.

Created with Snap
error: