Satya Tv News

તાજેતરમાં જ STના ડ્રાઈવરે મહિલા સાથે જાહેરમાં અશ્લિલ હરકત કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મહત્વનું છે કે, આ અગાઉ પણ આવો એક વીડિયો સામે આવ્યા બાદ બસ ચાલકને સસ્પેન્ડ કરાયો હતો.ભુજ એસ.ટી.બસ પોર્ટમાં બીભત્સ ચેનચાળાના વાયરલ વીડિયોમાં એક બસ ડ્રાઇવર મહિલા સાથે જાહેરમાં અશ્લિલ હરકતો કરી હતી.જેને લઈ સમગ્ર મામલે એસ.ટી.વિભાગીય નિયામક વાય.કે.પટેલે તપાસના આદેશ આપ્યા હતા. જોકે હવે રિપોર્ટ આવ્યા બાદ ડ્રાઈવર રજાક અલાના તુરિયાને સસ્પેન્ડ કરાયો છે.

error: