ભારતીય રેસલર વિનેશ ફોગાટ પેરિસથી ભારત પરત ફર્યા. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા. આ દરમિયાન એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા અને સાક્ષી મલિક પણ પહોંચ્યા હતા. એરપોર્ટ પર વિનેશ ફોગાટનું ખૂબ નાચ-ગાન સાથે સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટ પર કોઈ ગોલ્ડ મેડલ વિજેતાની જેમ જ સ્વાગત કરવામાં આવ્યું હતું.વિનેશ ફોગાટ એરપોર્ટથી બહાર આવ્યા બાદ બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે તેમની સાથે વાત કરી અને તેમને સાંત્વના આપી.