હિંમતનગર નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. મોતીપુરા જીઆઈડીસી પાસે બેફામ આવતી કારે 2 વાહનોને ટક્કર મારી હતી. અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટનાં સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.બંને વાહનોને ટકરાવાનો અવાજ આવતા આસપાસનાં લોકો તાત્કાલીક ઘટનાં સ્થળે દોડી આવ્યા હતા. અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. કાર ચાલક અકસ્માત સર્જી ઘટનાં સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ સમગ્ર બાબતે હિટ એન્ડ રનની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.