Satya Tv News

સુરત મહાનગરપાલિકા કરી રહી છે. સુરત શહેરના એકમાત્ર ડુમ્મસ સી ફેઝના ડેવલોપમેન્ટ માટે કરોડો રૂપિયાનો ખર્ચ. મસ ડેવલપમેન્ટ માટે ચાર ફેઝમાં વહેંચણી કરવામાં આવી છે. જે પૈકી બે ફેઝમાં 297.66 કરોડનો અંદાજ મંજૂર કરવામાં આવ્યો છે ડુમ્મસ ખાતે સુરતી લાલાઓને સાયકલ ટ્રેક, સ્પોટ એક્ટિવિટી, પ્લે એરીયા ,અર્બન બીચ, વોલીબોલ, બાસ્કેટબોલ સહિતની તમામ સુવિધાઓ મળી રહેશે. મુંબઈ જુહુ બીચ મરીન ડ્રાઈવ આ હંમેશાથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. સુરતમાં પણ ડુમસ બીચ છે પરંતુ અહીં કોઈ આકર્ષણનું કેન્દ્ર નથી અહીં આવનાર લોકોની સંખ્યા પણ સારી હોય છે પરંતુ લોકોને કંઈક સુવિધા મળતી નથી. પરંતુ હવે ટૂંક સમયમાં તમામ સુવિધાઓ સાથે ડુમ્મસ બીચ ગુજરાતમાં જાણીતું થઈ જશે.

ડુમસ બીસને એ રીતે વિકસાવવામાં આવશે કે ત્યાં મલ્ટી લેવલ પાર્કિંગ, સેન્ટ્રલ એક્સેસ, બીચ વોલીબોલ કોર્ટ, મલ્ટીપલ પર્પસ ગ્રાઉન્ડ, ફૂડ કોર્ટ, કોનવિવિયલ પેવલિયન, બાઈસીકલ રેન્ટલ શોપ, કિડ્સ પ્લે એરિયા, બાસ્કેટબોલ કોર્ટ, અર્બન બીચ, વોક વે, ઇવેન્ટ એરીયા, પ્લાઝા એરીયા સહિતની સુવિધાઓ એક જ જગ્યાએ લોકોને મળી રહેશે.

error: