હર્ષ સંઘવીના પિતા લાંબા સમયથી બીમાર રમેશચંદ્ર સંઘવીએ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધઆ હતા. આજે સાંજે 4 વાગ્યે હર્ષ સંઘવીના નિવાસસ્થાન ધરમ પેલેસ પાર્લે પોઇન્ટથી નીકળીને ઉમરા રામનાથ ઘેલા સ્મશાન જશે ઘરેથી સ્મશાન યાત્રા નીકળશે.હર્ષ સંઘવીના પિતાની છેલ્લા ત્રણ દિવસથી તબિયત લથડતા ખાનગી હૉસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના કાલ પછી તેમને સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા. રમેશ સંઘવી સુરતમાં ગિરનાર કોર્પોરેશન નામની ડાયમંડ કંપની ચલાવતા હતા.
