કોલકાતાની ઘટનાથી આખે આખો દેશ હચમચી ઉઠ્યો છે. 9 ઓગસ્ટના રોજ રાત્રે 3 વાગ્યે કોલકાતાની RG કર મેડિકલ કોલેજમાં એક જુનિયર ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી, જે પછી માતા-પિતાએ તેમની પુત્રીને એવી હાલતમાં જોઈ કે તેમનો આત્મા પણ કંપી ઉઠ્યો. હાલ સમગ્ર દેશમાં આ રેપ કેસના આરોપીઓને સજા અપાવવા માટે આંદોલન ચાલી રહ્યું છે. દરમિયાન, આ કેસ હવે સીબીઆઈના હાથમાં છે.
સીબીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે, માતા-પિતાએ અમને જણાવ્યું કે તેમની પુત્રીના યૌન ઉત્પીડન અને હત્યા પાછળ ઘણા લોકોની સંડોવણી હોવાની શંકા છે ઉલ્લેખ કર્યો છે. કેન્દ્રીય એજન્સીના અધિકારીએ કહ્યું કે, અમે ઓછામાં ઓછા 30 નામોની તપાસ કરી રહ્યા છીએ, જેને અમે પૂછપરછ માટે બોલાવીશું, અમે તેમની પણ પૂછપરછ શરૂ કરી દીધી છે. શુક્રવારે સીબીઆઈએ હોસ્પિટલ સ્ટાફ અને બે પીજીટી ડોક્ટરોને બોલાવ્યા જેઓ ઘટનાની રાત્રે ડોક્ટરની સાથે ફરજ પર હતા.સીબીઆઈએ હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષને પણ પૂછપરછ માટે પોતાની સાથે લીધા હતા.
તપાસમાં સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે આરોપી સંજય રોય ગુરુવારે રાત્રે લગભગ 11 વાગે હોસ્પિટલ પહોંચે છે, હોસ્પિટલ પહોંચ્યા બાદ લગભગ 30 મિનિટ સુધી હોસ્પિટલમાં જ રહે છે. આ 30 મિનિટ દરમિયાન હોસ્પિટલમાં આરોપી સંજય રોયની હિલચાલ દેખાઈ રહી છે. આ પછી, તે ફરીથી રાત્રે 3:45 થી 3:50 ની વચ્ચે હોસ્પિટલમાં આવે છે અને કોઈ હેતુ માટે, તે ફૂટેજમાં સેમિનાર રૂમની અંદર જતો જોવા મળે છે. લગભગ 60 મિનિટ પછી તે સેમિનાર રૂમમાંથી બહાર આવે છે. 04:35 વાગે સંજય રોય સેમિનાર હોલમાંથી પાછો ફર્યો અને 04:37 વાગે આરોપી સંજય હોસ્પિટલની બહાર નીકળી ગયો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પીડિતા અને તેના મિત્રોએ રાત્રે લગભગ 12 વાગ્યે ફૂડનો ઓર્ડર આપ્યો હતો, આ ફૂડ ઓનલાઈન એપ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યું હતું. કોલકાતા પોલીસે આ ડિલિવરી બોયનું નિવેદન પણ નોંધ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, પીડિતાનું પણ છેલ્લું ભોજન ખાધાના 3:30 થી 4 કલાક પછી મૃત્યુ થયું હતું. સીબીઆઈ સંજય રોયના મોબાઈલ ફોનની વિગતોની પણ તપાસ કરી રહી છે, તેના મોબાઈલ લોકેશનને ટ્રેસ કરી રહી છે.