ગુજરાતી મૂળના મૈનાક પટેલને પાંચ વર્ષની પુત્રી છે. તેના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૈનાક પટેલના પરગજુ અને બોલકા સ્વભાવના લીધે સ્થાનિકો તેમને માઈક કહેતા હતા. રોવન કાઉન્ટી શેરિફ ઓફિસના પબ્લિક ઈન્ફોર્મેશન ઓફિસર કેપ્ટન માર્ક મેકડિનાયલે જણાવ્યું હતું કે, ‘ડેપ્યુટીને ટોબેકો હાઉસ સ્ટોરમાંથી 911 કોલ આવ્યો હતો. તેઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે મૈનાક પટેલને અનેક ગોળીઓ વાગેલી હતી. તેને તરત જ નોવન્ટ હેલ્થ રોવન મેડિકલ સેન્ટર લઈ ગયા હતા અને તેને ત્યાંથી હોસ્પિટલ શિફ્ટ કરાયા હતા, પરંતુ તે બચી શક્યો ન હતો.’