Satya Tv News

અઠવાડિયાના પહેલા જ દિવસે સોનું અને ચાંદી જોરદાર ઉછળ્યા છે. વાયદા બજાર અને શરાફા બજાર બંનેમાં સોના અને ચાંદીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ જાણો. ગ્લોબલ જિયો પોલિટિકલ ક્રાઈઝિસ વચ્ચે ક્રુડ ઓઈલનો ભાવ 80 ડોલર પ્રતિ બેરલ નીચે મેન્ટેઈન છે.

MCX પર એટલે કે ભારતીય વાયદા બજારમાં સોનું આજે 235 રૂપિયા ચડીને 71610 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે જોવા મળ્યું છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો તે 650 રૂપિયા મજબૂત થઈને 83865 રૂપિયા પ્રતિ કિલોગ્રામની રેન્જમાં કારોબાર કરી રહી છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં સ્પોટ ગોલ્ડ 2500 ડોલર અને ચાંદી 29 ડોલરની બરાબર ઉપર ટ્રેડ થઈ રહ્યું છે.ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 912 રૂપિયા ચડીને 71,516 રૂપિયા પર પહોંચી ગયું જે શુક્રવારે 70,604 રૂપિયા પર ક્લોઝ થયું હતું. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 836 રૂપિયા વધીને 65,509 રૂપિયાના સ્તરે જોવા મળ્યું જે શુક્રવારે 64,673 રૂપિયાના સ્તરે ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 2,116 રૂપિયા ઉછળીને 83,626 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ. જે 81,510 રૂપિયા પ્રતિ કિલો શુક્રવારે ક્લોઝ થઈ હતી.

error: