Satya Tv News

બોલિવૂડના બાદશાહની આગામી ફિલ્મ યશરાજ બેનરની અતિ સફળ ફ્રેન્ચાઇઝી ‘ધૂમ’ની ચોથી કડી ‘ધૂમ 4’ છે, જેમાં કિંગ ખાન વિલનની ભૂમિકા ભજવવાના છે. પણ ‘ધૂમ 4’ રિલીઝ થાય એ પહેલાં બીજી એક ફિલ્મ રિલીઝ થવાની છે જેમાં શાહરુખ ખાન વિલન તરીકે જોવા મળશે. દીકરી સુહાના ખાનની કારકિર્દીની ગાડી પાટે ચડે એટલા માટે શાહરુખ ખાન ‘કિંગ’ નામની ફિલ્મ નિર્માણ કરી રહ્યા છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને સુહાના ખાન ઉપરાંત અભિષેક બચ્ચન પણ જોવા મળશે. સુજોય ઘોષના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે 2025માં રિલીઝ થશે. અભિનેતાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે આ ફિલ્મમાં તે ગેંગસ્ટરની ભૂમિકા ભજવશે. આ એક એક્શન ડ્રામા ફિલ્મ છે અને એમાં મારધાડ સાથે ઈમોશનલ ડ્રામા પણ જોવા મળશે.

error: