અમરેલીના બાબરા તાલુકાના થોરખાણ ગામની જનતા વિદ્યાલયની બસ રસ્તામાં ભડભડ સળગી ઉઠી હતી. આ સ્કૂલ બસ રાણપરથી થોરખાણ જઈ રહી હતી. બસમાં અચાનક શોર્ટ સર્કિટ સર્જાતા આગ લાગી હતી. બસમાં 15 વિદ્યાર્થીઓ અને ડ્રાઈવર મુસાફરી કરી રહ્યા હતા. સ્કૂલ બસમાં અચાનક આગ લાગતા વિધાર્થીઓ ગભરાઇ ગયા હતા.જોકે સદનસીબે તમામનો બચાવ થયો હતો. સ્કૂલ બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. બાળકોને કોઈપણ પ્રકારની ઈજા પહોંચી નહોતી. ઘટનાસ્થળ પર ફાયરની ટીમ પહોંચી હતી. ફાયરની ટીમે બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટના પછી તમામ વિદ્યાર્થીઓને અન્ય વાહન મારફતે શાળાએ પહોંચાડવામાં આવ્યા હતા.