બદલાપુરમાં 2 બાળકી સાથે યૌન શોષણ થયું છે. ત્યાં વધુ એક શર્મજનક ઘટના સામે આવી છે. જેમાં આરોપી બીજું કોઈ નહિ પરંતુ શાળાનો શિક્ષક છે. અકોલામાં એક શિક્ષક પર 6 બાળકીઓ સાથે છેડતી કરવાનો આરોપ છે. શાળાની વિદ્યાર્થીનીઓએ શિક્ષક પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમજ આ મામલે શિક્ષકની ઘરપકડ કરી લેવામાં આવી છે.આરોપી શિક્ષકનું નામ પ્રમોદ મનોહર સરદાર છે. જે કાજીખેડ સ્થિત શાળાનો શિક્ષક છે. આરોપી શિક્ષક પર વિદ્યાર્થીનીઓને પોર્ન ફિલ્મ તેમજ છેડતીનો આરોપ છે. પોલિસે શિક્ષક વિરુદ્ધ તપાસ શરુ કરી છે. પોલીસ મુજબ આરોપી શિક્ષક વિરુદ્ધ POSCO એકટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 20 ઓગસ્ટના રોજ પીડિત વિદ્યાર્થીનીઓનું નિવેદન લેવામાં આવ્યું હતુ.