ભારતીય વાયદા બજાર (MCX)માં સોનામાં આજે 200 રૂપિયા ઘટીને 71,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યો. ગઈ કાલે સોનું 71,830 પર ક્લોઝ થયું હતું. ચાંદી આ દરમિયાન 213 રૂપિયાના ઘટાડા સાથે 84,650 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી. જે કાલે 84,863 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે સુસ્તી સાથે જોવા મળ્યું અને 2 રૂપિયા ઘટીને ભાવ 71,717 રૂપિયા પર પહોંચ્યો છે. ગઈ કાલે પણ સોનું ગગડીને 71,719 પર ક્લોઝ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ પણ ઘટીને 65,693 રૂપિયા પર પહોંચ્યો છે. બીજી બાજુ ચાંદીમાં પણ 130 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને ભાવ 84,783 પ્રતિ કિલોગ્રામ પહોંચ્યો છે. જે કાલે 84,913 પર ક્લોઝ થયો હતો.