જુલાઈ 2024ની શરૂઆતમાં જિયો અને અન્ય બે ટેલિકોમ કંપનીઓએ ટેરિફ પ્લાનના ભાવમાં વધારો કરી નાખ્યો. જેના કારણે યૂઝર્સ અકાળાયા કારણ કે તેમના ખિસ્સા પર ભાર વધ્યો. પરંતુ હવે આવામાં અમે તમને જિયોના સસ્તા પ્લાન વિશે માહિતી આપી રહ્યા છે.
રિલાયન્સ જિયોનો એક ડેટા બુસ્ટર પ્લાન છે જેની કિંમત 19 રૂપિયા છે. આ પ્લાન ગ્રાહકોને એક જીબી ડેટા આપે છે. આ સિવાય આ પ્લાન તમારા વર્તમાન જે પ્લાન ચાલુ હશે તે મુજબ વેલિડિટી ધરાવશે. 29 રૂપિયાવાળો પણ એક ડેટા બુસ્ટર પ્લાન છે. જેમાં તમને 2 જીબી ડેટા મળશે. આ સિવાય આ પ્લાનની વેલિડિટી પણ તમારા વર્તમાન એક્ટિવ પ્લાન સમાન હશે. જેનો અર્થ એ થયો કે આ બંને પ્લાનની કોઈ અલગ વેલિડિટી નથી. આગામી પ્લાન 69 રૂપિયાનો છે. જે યૂઝર્સને 6 જીબી ડેટા સુધી પહોંચ આપે છે. પરંતુ આ પ્લાન પણ તમારા વર્તમાન પ્લાનની વેલિડિટી પ્રમાણે જ ચાલશે. આ પ્લાન ડેટા બુસ્ટર પ્લાન છે. અન્ય એક ડેટા બુસ્ટર પ્લાન છે જે 139 રૂપિયાની કિંમતનો છે. જેમાં ગ્રાહકને 12 જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી પણ તમારા એક્ટિવ પ્લાન સમાન છે.