Satya Tv News

સુરતના પાલનપોરની શાળામાં પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને યોગ્ય કારણ વગર જ LC આપી દીધી હતી. ત્યારે આ સમગ્ર મામલાની જાણ થતા જ સુરત શિક્ષણ સમિતિએ તપાસના આદેશ આપ્યા હતા અને મામલો ખરેખર સાચો બહાર આવતા સમગ્ર મામલે શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા એક્શનમાં આવી ગયા છે અને તાત્કાલિક શાળા પ્રિન્સિપાલને બરતરફ કરવા આદેશ કર્યા છે. પાલનપોરની આ 318 નંબરની શાળાના આચાર્યને આ સમગ્ર મામલે બરતરફ કરવા આદેશ આપવામાં આવ્યા છે. તેમજ CRCના ૩ સભ્યોને નોટિસ આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ શાળા પ્રિન્સિપાલે યોગ્ય કારણ વગર જ LC આપી દીધાનો આક્ષેપ લાગ્યો હતો જે બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ બાદ તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરીને શિક્ષણ પ્રધાને મહત્વનો દાખલો બેસાડ્યો છે.

error: