
ગુજરાતની મેડીકલ રેગ્યુલેટરી બોડી ગુજરાત મેડીકલ કાઉન્સિલે સખ્ત પગલાં લીધા છે. ગુજરાત મેડીકલ કાઉન્સિલ દ્વારા રાજ્યના ચાર સ્પેશ્યાલિસ્ટ તબીબોને અનિશ્ચિતકાળ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડોદરાના ડૉ. વિલ્યેશ ઘેટિયા અને ડૉ. મનાલી ઘેટિયા, હિંમતનગરના ડૉ. પલ્લવ પટેલ અને વેરાવળના ડૉ પ્રવીણ વૈન્સના લાયસન્સ બેદરકારી, ગેરરીતી, ગેરશિસ્ત જેવા કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.વડોદરાના ડો વિલ્યેશ ઘેટિયા અને ડો મનાલી ઘેટિયાએ પોતાની જ હોસ્પિટલમાં દાખલ થઇને બીજા ડોક્ટરની ખોટી સહિ લઇને ક્લેઈમ મુક્યો હતો, તો વેરાવળ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિટ સર્જન ડો પ્રવીણ વેન્સની દર્દી વિરુદ્ધ ખરાબ વર્તન હતું. જ્યારે હિંમત નગરના ડો પલ્લવ પટેલનું લાયસન્સ પણ એક મહિના માટે સસ્પેન્ડ કરાયું છે,