ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 274 રૂપિયા ગગડીને 71,325 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. કાલે 71,599 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 251 રૂપિયા તૂટીને 65,334 રૂપિયાની સપાટીએ પહોંચ્યું જે કાલે 65,585 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ આજે કડાકો જોવા મળ્યો છે. ચાંદી આદે 748 રૂપિયા ગગડીને 84,072 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી છે. જે કાલે 84,820 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
વાયદા બજારમાં આજે સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. સોનું 214 રૂપિયા ચડીને 71,408 રૂપિયા પર જોવા મળ્યું જે કાલે 71,194 પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 289 રૂપિયાની તેજી સાથે 84,025 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે કાલે 83,736 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.