અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં 30 ઓગસ્ટ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે. 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે . રાજ્યમા 28 ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડશે.મધ્ય ગુજરાતમાં 6 થી 8 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 2 થી 6 ઈંચ વરસાદની આગાહી છે.. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. દક્ષિણ ગુજરાતમા 2 થી 4 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે.2 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર ગુજરાતમાં ફરીએકવાર વરસાદી માહોલ જામવાની આગાહી કરી છે.. 12 થી 15 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ ની આગાહી.