Satya Tv News

દ્વારકા જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ છે. ખંભાળિયા પંથકમાં આભફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખંભાળિયા, રામનાથ, તિરુપતિ અને સોનીબજારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જોધપુર ગેટ,રેલવે કોલોની,ધરમપુર સોસાયટીમાં જળભરાવની સ્થિતિ છે. તો પોરબંદરથી રાવલ જતો સ્ટેટ હાઈવે ભારે વરસાદના કારણે બંધ કરાયો છે. રાવલની સરકારી હોસ્પિટલમાં પણ પાણી ઘૂસી જતાં હાલાકી સર્જાઈ છે.દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં 165 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. ભાણવડ અને બરડા પંથકમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. બરડા પંથકમાં ધોધમાર વરસાદથી ઘુમલી ગામમાં પાણીનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે.

આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા છે તેમજ આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતાઓ છે. તો કચ્છ,દ્વારકા,રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જ્યારે પૂર્વ ગુજરાતમાં આજે સામાન્ય વરસાદની સંભાવના છે.

error: