Satya Tv News

લોકપ્રિય માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X એટલે કે ટ્વિટર ફરી એકવાર વૈશ્વિક આઉટેજનો શિકાર બન્યું છે. આજે સવારે 9 વાગ્યાની આસપાસ, X ની મોટાભાગની સેવાઓ અચાનક બંધ થઈ ગઈ હતી, જેના કારણે યુઝર્સને એપ્લિકેશનને ઍક્સેસ કરવામાં સમસ્યા ઊભી થઈ હતી. ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં લોકોએ એક્સ આઉટેજનો સામનો કર્યો હતો. હાલમાં, કંપની દ્વારા આ આઉટેજ અંગે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી.ઘણા ઈન્ટરનેટ યુઝર્સે X સર્વિસ સસ્પેન્ડ થવાની અને એપને એક્સેસ ન કરી શકવાની ફરિયાદ કરી છે. બીજી તરફ, આઉટેજને ટ્રેક કરતી વેબસાઈટ ડાઉન ડિટેક્ટરે પણ એક્સના આઉટેજને ટ્રેક કર્યા છે. સવારે 9 વાગ્યાના સુમારે ડાઉન ડિટેક્ટરમાં 1200થી વધુ લોકો દ્વારા રિપોર્ટ નોંધવામાં આવ્યો છે.

error: