વડોદરામાં ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હરણી અને PNT કોલોનીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યુ છે. જેમાં 5 બાળકો, 9 મહિલા અને 38 પુરુષ હતા. વિશ્વામિત્રી નદીના પૂરના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. માંજલપુર, વડસર અને કલાલીમાં પાણી ભરાયાં છે. ત્યારે કલાલીમા હોસ્પિટલમાં પાણી ભરાતા લોકોને હાલાકી થઈ છે. રામકૃષ્ણ પરમહંસ હોસ્પિટલના દર્દીઓને રેસ્ક્યુ કરાયા છે. હોસ્પિટલના ICUમાંથી દર્દીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. સ્ટ્રેચરમાં જ દર્દીઓને રેસ્ક્યુ કરી લઇ જવામાં આવ્યાં છે. ફાયર વિભાગ દ્વારા દર્દીઓને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.