
વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની વચ્ચે વિશ્વામિત્રી નદીમાં પુરની સ્થિતિ સર્જાઇ હતી. શહેરમાં જ્યાં જુઓ ત્યાં બાદ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આ તરફ હવે વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે કે, વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટ્યું છે. વિગતો મુજબ વિશ્વામિત્રી નદીની સપાટી ઘટી 32.50 ફૂટ થઈ છે જે ગઈકાલે નદીની સપાટી 35.25 ફૂટ સુધી પહોંચી હતી.આ સાથે આજવા સરોવરની સપાટી 213.75 ફૂટ પર સ્થિર છે. મહત્વનું છે કે, વડોદરા અકોટા, જેતલપુર, દિવાળીપુરા, વાસણા ,હરણી, સમાં, નિઝામપુરા સહીતના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ઓસર્યા છે.
વડોદરામાં પાણીમાં ફસાયેલા લોકો હેલિકોપ્ટર દ્વારા મદદ પહોંચાડાઈ રહી છે. વડોદરાના હરણી વિસ્તારમાં હેલિકોપ્ટરથી રાહત સામગ્રી પહોંચાડમાં આવી છે. નોંધનિય છે કે, ગઇકાલે અને પરમ દિવસે આવેલ ભારેથી અતિભારે વરસાદને કારણે પુરની સ્થિતિ વચ્ચે હરણી વિસ્તારમાં લોકો પાણીમાં ફસાયા છે.