Satya Tv News

વડોદરામાં નીચાણવાળા વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી જવાથી અનેક લોકોને જીવનું જોખમ ઊભુ થયું.આ પૂરની સ્થિતિમાં ભારતીય મહિલા ક્રિકેટર રાધા યાદવ પણ ફસાઈ ગઈ હતી. જો કે NDRF ની ટીમે તેને હવે આ મુશ્કેલીમાંથી બહાર કાઢી લીધી છે. આ વાતની જાણકારી રાધાએ ખુબ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી શેર કરીને આપી છે. તેણે જીવ બચાવવા બદલ એનડીઆરએફની ટીમનો આભાર પણ માન્યો છે.

રાધા યાદવ ટી20 વર્લ્ડ કપ 2024ની ટીમ ઈન્ડિયાનો ભાગ છે. તેણે પોતાના બચાવની જાણકારી આપતા પોતાના વિસ્તારનો વીડિયો શેર કર્યો. જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છેકે આખો વિસ્તાર પાણીમાં ગરકાવ છે. રસ્તાઓ તળાવ બની ગયા છે. જ્યારે ગાડીઓ પણ પાણીમાં ડૂબેલી છે. આ વીડિયોમાં અનેક લોકો પાણીમાં ચાલીને નીકળવાની કોશિશ કરતા જોવા મળે છે. ત્યારે એનડીઆરએફની ટીમ રાધાને બચાવવા માટે આવે છે. તેમણે કહ્યું કે સમગ્ર વિસ્તારમાં સ્થિતિ ખુબ ખરાબ છે.

Created with Snap
error: