Satya Tv News

વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો. કોમોડિટી બજારમાં સોનું 72,000 નજીક પહોંચી રહ્યું છે. ગોલ્ડ ફ્યૂચરમાં 242 રૂપિયાની તેજી જોવા મળી અને મેટલ 71,985 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી. કાલે તે 71,743 પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 482 રૂપિયાની તેજી સાથે 84,459 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી જે કાલે 83,977 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 234 રૂપિયા ચડીને 71,925 રૂપિયા પર પહોંચ્યું. જે કાલે 71,691 પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદી 171 રૂપિયાના મામૂલી વધારા સાથે 85,100 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે જોવા મળી છે. કાલે ચાંદી 84,929 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.

error: