Satya Tv News

વોર્ડ નંબર- 7ના કોર્પોરેટર બંદિશ શાહ દેખાડો કરવા આવ્યા તો લોકોએ તેમને ભગાડી મુક્યા. તો આવી જ સ્થિતિ ધારાસભ્ય મનીષા વકીલની થઈ. ધારાસભ્ય મનીષા વકીલ હરણી વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિકોએ ધારાસભ્યનો હુરિયો બોલાવ્યો હતો. છેલ્લા 3 દિવસથી હરણી વિસ્તારના લોકો મુસીબતમાં હતા. તેમ છતાં ધારાસભ્ય દેખાયા ન હતા. મોડે મોડે ધારાસભ્ય મનીષા વકીલ હરણી વિસ્તારમાં સફાઈ કરાવવા પહોંચતા લોકોએ રોષ ઠાલવ્યો હતો. લોકોને ખાવાના ફાંફા હતા ત્યારે ધારાસભ્ય પોતાના બંગલામાં બેસી રહી તમાશો જોયો અને હવે વ્હાલા થવાથી શું ફાયદો.

લોકોના રોષનો ભોગ તો વિધાનસભાના દંડક બાળુ શુક્લા અને શહેર ભાજપ પ્રમુખ વિજય શાહને પણ બનવું પડ્યું. સમા વિસ્તારની અજીતનગર સોસાયટીમાં ગયા તો લોકોએ રોકડું પરખાવી દીધું. સમા વિસ્તારની અજીતનગર સોસાયટીના નાગરિકોએ નેતાઓને સંભળાવી દીધું, લોકોએ નેતાઓ સામે બળાપો કાઢ્યો અને હવેથી તેમના વિસ્તારમાં ન ઘૂસવાની ચેતવણી પણ આપી.

Created with Snap
error: