પેરિસ પેરાલિમ્પિકની શરુઆત થઈ ચૂકી છે. આ વચ્ચે ભારતીય પેરા એથ્લેટ શીતલ દેવીએ પેરાલિમ્પિકના પહેલા જ દિવસે ઈતિહાસ રચી દીધો છે. તેમણે મહિલાની તીરંદાજીના ક્વોલિફિકેશનમાં શાનદાર પ્રદર્શન કરી 720માંથી 703 અંક મેળવી ક્વાર્ટરફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે.શીતલ દેવી 703 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહી હતી પરંતુ તેમણે ગત્ત 698 અંકનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. તેનો આ રેકોર્ડ વધારે સમય ટક્યો નહિ અને તુર્કીની ખેલાડીએ આ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. પરંતુ શીતલ દેવી રેન્કિંગ રાઉન્ડમાં બીજા સ્થાને રહી છે.હવે શીતલ દેવી 31 ઓગસ્ટના સાંજે 9 કલાકે પોતાની ક્વાર્ટર ફાઈનલ મેચ રમશે. તેમજ ભારતની સરિતાએ પણ ભાગ લીધો છે. તે 9માં સ્થાને રહી હતી. સરિતા પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવા માટે હવે રમશે.બીજા સ્થાને રહેવાના કારણે શીતલ દેવીએ સીધો રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કરી લીધું છે. તમને જણાવી દઈએ કે, શીતલ દેવીએ પેરિસ પેરાલિમ્પિકમાં ડેબ્યુ કર્યું છે.શીતલ દેવી એકમાત્ર એવી તીંરદાજી છે. જેના બંન્ને હાથ નથી, એશિયન ગેમ્સમાં દેશને ગોલ્ડ મેડલ જીતાડનારી શીતલ દેવી પાસે હવે સૌ કોઈ પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલની આશા રાખી રહ્યું છે. પહેલા જ દિવસે વિરુદ્ધો ખેલાડીઓને પોતાના પ્રદર્શનથી હંફાવી દીધા હતા.