Satya Tv News

અમદાવાદના સેટેલાઈટના જોધપુર ચાર રસ્તા પાસે માનસ કોમ્પલેક્સમાં ગત રાત્રે હિરેન ઠક્કર નામના યુવાનન જન્મદિવસની ઉજવણી કરવા માટે કેટલાંક યુવાનો એકત્રિત થયા હતા. જેમાં ભરત ભરવાડ ( રહે. લક્ષ્મણગઢનો ટેકરો, ઘાટલોડિયા) તેની કારમાં આવ્યો હતો. હિરેન ઠક્કર કેક કાપી રહ્યો હતો, ત્યારે જન્મદિવસની  ઉજવણી કરવા માટે ભરત ભરવાડે તેની પાસે રહેલી દેશી બનાવટની પિસ્તોલમાંથી કેટલાક રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા.

જેના કારણે આસપાસ રહેલા લોકોમાં ભયનો માહોલ છવાયો અનવે નાસભાગ મચી ગઈ હતી. આ જોઈને ભરત ભરવાડ તેની કારને ત્યાંથી લઈને નાસી ગયો હતો. બીજી તરફ માનસ કોમ્પલેક્સમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ ધરાવતા લોકોએ ફાયરીંગની ઘટના અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો, જેથી પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે તપાસ કરતાં બે ખાલી કાર્ટિજ મળી આવી હતી. આ મામલે ભરત ભરવાડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

Created with Snap
error: