દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને પતંજલિ પાસેથી કંપનીની ડેન્ટલ કેર પ્રોડક્ટ દિવ્યા દંત મંજનના કથિત મિસબ્રાન્ડિંગનો આરોપ લગાવતી અરજીઓ પર જવાબ માંગ્યો છે.આ અંગે એડવોકેટ યતિન શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે પતંજલિ દિવ્યા ટૂથપેસ્ટને ગ્રીન ડોટ સાથે માર્કેટ કરે છે. મતલબ કે આ પ્રોડક્ટ બનાવવામાં માત્ર શાકાહારી ઘટકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ, તેમાં સીફોમ નામનો પદાર્થ હોય છે જે વાસ્તવમાં માછલીઓમાંથી મેળવેલ સંયોજન છે.
આ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ હેઠળ મિસબ્રાન્ડિંગનો મામલો છે. જોકે, કાયદો એવું નથી કહેતો કે દવાઓ પર શાકાહારી કે માંસાહારી લેબલિંગ ફરજિયાત છે. પરંતુ, જો ગ્રીન ડોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય અને ઉત્પાદન સંપૂર્ણપણે વેગન ન હોય તો તે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટનું ઉલ્લંઘન છે.આ અરજી પર દિલ્હી હાઈકોર્ટના જજ સંજીવ નરુલાએ કેન્દ્ર, FSSAI સાથે પતંજલિ, રામદેવ, દિવ્યા ફાર્મસી અને અન્ય સંબંધિત પક્ષકારોને નોટિસ પાઠવી છે. અરજદારનું કહેવું છે કે પતંજલિના ઉત્પાદનોમાં માછલી આધારિત સંયોજનોની હાજરી તેના અને તેના પરિવાર માટે આઘાતજનક હતી કારણ કે તે સંપૂર્ણ શાકાહારી છે.