Satya Tv News

પુરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે કોસ્ટગાર્ડ તેમજ આર્મીની મદદ લેવામાં આવી હતી. ઈન્ડિયન કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર પોરબંદરથી લગભગ 45 કિમી દૂર દરિયામાં હતું. તે દરમ્યાન અચાનક ખામી સર્જાતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર ક્રેશ થતા તેમાં સવાર 4 માંથી 3 પાયલોટ ગુમ થયા હતા. જ્યારે 1 પાયલોટનું રેસ્ક્યું ઓપરેશન કરવામાં આવ્યું હતું. હજુ પણ 3 પાયલોટ ગુમ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

પુરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કોસ્ટ ગાર્ડે 4 જહાજ અને 2 એરક્રાફ્ટ તૈનાત કર્યા છે. ત્યારે પુર તેમજ વાવાઝોડાની પરિસ્થિતિમાં ભારતીય કોસ્ટ ગાર્ડે 67 લોકોનાં રેસ્ક્યું કરી બહાર કાઢ્યા હતા. ત્યારે કોસ્ટગાર્ડ દ્વારા આપેલ નિવેદનમાં જણાવ્યું હતું કે, 11 વાગ્યે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિગ કરવું પડ્યું હતું. તેમજ હેલિકોપ્ટરમાં સવાર લોકો માટે રેસ્ક્યું ટીમ તેમજ ડોક્ટરોની ટીમને મોકલવામાં આવી છે.

error: