
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી 134.73 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાંથી પાણીની આવક વધતા ડેમના 15 દરવાજા 2 મીટર ખોલવામાં આવ્યા છે.દરવાજા ખોલી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. પાવર હાઉસ મારફતે 45 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડયુ છે. નદીમાં કુલ 2 લાખ 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 17 ઈંચ વરસાદ વરસ્યો છે.