Satya Tv News

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 102 રૂપિયા ઘટીને 71,409 રૂપિયા પર પહોંચી ગયો. જે કાલે 71,511 પર ક્લોઝ થયો હતો. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 93 રૂપિયા ઘટીને 65,411 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે જે કાલે 65,504 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી પણ 401 રૂપિયા તૂટીને 82,379 રૂપિયાના સ્તરે પહોંચી જે કાલે 82,780 પ્રતિ કિલો પર ક્લોઝ થઈ હતી.

MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે ભારતીય વાયદા બજારમાં આજે સોનાના ભાવમાં 54 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને ભાવ 71,547 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો. જે કાલે 71,601 ના સ્તરે બંધ થયો હતો. ચાંદીમાં પણ મામૂલી ઘટાડો જોવા મળ્યો અને 82,451 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી. કાલે ચાંદી 82,459 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.

બીજી બાજુ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં નબળાઈ જોવા મળી. કાલે તેમાં 0.2%ના ઘટાડા સાથે પાછો 2400 ડોલરના લેવલ નીચે ભાવ જોવા મળ્યો. સ્પોટ ગોલ્ડ $2,494.19 પ્રતિ ઔંસના સ્તરે હતો અને ગોલ્ડ ફ્યૂચર પણ 0.1%ના ઘટાડા સાથે $2,526.10 પ્રતિ ઔંસ પર હતો.

error: