વહીવટી તંત્ર દ્વારા નુકશાનીનો આંકડો એકત્ર કરવા માટે તમામ વિભાગને આદેશ આપી દેવામાં આવ્યો છે. નુકસાનીની વિગતો મેળવી કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ મોકલાશે. તેમજ કેન્દ્ર સરકારની ટીમ ત્રણ દિવસ બાદ ગુજરાત આવશે. અને ગુજરાતમાં કેન્દ્રની ટીમ નુકશાનીનો સર્વે કરશે.
ગુજરાતમાં પડેલ વરસાદે ભારે તારાજી સર્જી છે. ગુજરાતનાં રાહત કમિશ્રને નિવેદન આપ્યું હતું કે, ગુજરાતમાં પુરનાં લીધે 49 લોકોનાં મોત થયા હતા. તેમજ 14 જીલ્લામાં અસર થઈ હતી. તેમજ પુરનાં કારણે 1.69 લાખ લોકોને 8 કરોડથી વધુ કેશ ડોલ્સ ચૂકવાઈ છે. જેમાં 50,111 કુટુંબોને રકમ ચૂવવામાં આવી છે. જ્યારે 22 માનવ મૃત્યુમાં પણ ચૂકવણું થયું છે. જ્યારે 49 ના મૃત્યું થયા હતા. જેઓને હવે સહાય ચૂકવાશે. ગુજરાતમાં ભારે વરસાદને પગલે 4773 મકાનો ડેમેજ થતા તેઓને પણ રકમ ચૂકવાઈ છે.ગુજરાતમાં 118 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. ઝોનવાઈઝ 100 ટકા કરતા વધુ વરસાદ આવી ચૂક્યો છે.