Satya Tv News

MCX પર આજે સવારે સોનું 105 રૂપિયાની તેજી સાથે 71,486 રૂપિયા ચાલી રહ્યું હતું. કાલે તે 71,381 પર બંધ થયું હતું. આ દરમિયાન ચાંદી 64 રૂપિયાની તેજી સાથે 81,273 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. જે કાલે 81,209 રૂપિયા પર બંધ થઈ હતી. વાયદા બજારમાં ભલે તેજી જોવા મળી રહી હોય પરંતુ શરાફા બજારમાં હજુ આજે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 214 રૂપિયા ગગડીને 71,280 રૂપિયા પર પહોંચી ગયો. જે કાલે 71,494 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 196 રૂપિયા ગગડીને 65,293 રૂપિયા પર પહોંચ્યું જે કાલે 65,489 રૂપિયા પર હતું. આ સિવાય ચાંદીની વાત કરીએ તો ચાંદી પણ આજે ગગડી ગઈ છે અને ચાંદીમાં પ્રતિ કિલો 1,240 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ 81,038 રૂપિયા પર પહોંચી ગયો છે. જે કાલે 82,278 રૂપિયા પર ક્લોઝ થયો હતો.

error: