ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું આગમન થશે. વાસ્તવમાં રાજ્યમાં વરસાદ માટે હાલ 3 સિસ્ટમ સક્રિય છે. જેથી હવે આગામી ચાર દિવસ ગુજરાત માટે ભારે છે. આ સાથે આજે હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં અનેક વિસ્તારોમાં છુટો છવાયો તો અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની આગાહી કરાઇ છે. નોંધનિય છે કે, હવામાનની આગાહી પ્રમાણે જોકે સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
6 સપ્ટેમ્બરે ગુજરાતમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે, તો આ સાથે વરસાદ માટેનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. શનિવારે 7 સપ્ટેમ્બરે બનાસકાંઠા, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે, તો 8 સપ્ટેમ્બરે રવિવારે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.