રાજ્યમાં આજે વહેલી સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જેમાં વહેલી સવારથી 49 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ ગાંધીનગરના માણસા તાલુકામાં 2.9 ઇંચ વરસાદ નોંધાયો. દહેગામમાં 2.4 ઇંચ,કપડવંજમાં 1.8 ઇંચ,કુકરમુડામાં પોણો ઇંચ વરસાદ, બાલાસિનોરમાં પોણો ઇંચ,સિંગવડમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો. ગોધરા,જાલોદ,સંજેલ,નિઝરમાં અડધો-અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.અમદાવાદમાં મોડી રાતથી વરસાદી માહોલ છવાયો છે. શહેરનાં કેટલાક વિસ્તારમાં મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નિકોલ, નારોલ, નરોડા, ઠક્કરનગર, વસ્ત્રાપુર, બોડકદેવ, એસજી હાઈવે, સિંધુભવન, ગોતા, ચાંદલોડિયા, રાણીપમાં તેમજ શાહીબાગ, આરટીઓ, એરપોર્ટ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.