Satya Tv News

વડોદરા ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગને ગત મોડીરાત્રે શહેરના સિંધવાઇ માતા રોડ પ્રતાપનગરમાં આવેલા ટીવીએસ શોરૂમમાં આગ લાગી હોવાનો કોલ મળ્યા હતો. આ બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની 10 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ ત્રણ કલાકથી વધુની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

શો-રૂમના માલિક ઉજ્જ્વલ તલાટીએ જણાવ્યું હતું કે, અમારા શો-રૂમમાં 125 જેટલાં નવા ટુ-વ્હીલર અને સર્વિસમાં આવેલાં લોકોનાં 125 ટુ-વ્હીલર એમ 250 જેટલાં ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયાં છે. બધાં ટુ-વ્હીલર થઈને દોઢ કરોડનું નુકસાન થયું છે જ્યારે સ્પેરપાર્ટ બળી ગયા એ ગણીએ તો અમારે કુલ 2 કરોડ જેવું નુકસાન થયું છે.

error: