Satya Tv News

યુપીમાં વધુ એક ગુનાખોરીની શરમજનક ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના BKTમાં અસ્ટી ક્રૉસિંગ પાસે એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં મોમોઝ ખરીદવા ગયેલી 14 વર્ષની સગીરા પર બે શખ્સોએ ક્રૂરતાપૂર્વક દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવી હતી. 

જ્યારે આ સમગ્ર ઘટનામાં પીડિતા સગીરાએ વિરોધ કર્યો તો બન્ને શખ્સોએ તેને ઇંટ વડે માર મારી હતી. જોકે, દુષ્કર્મની ઘટનામાં કોઈક રીતે પોતાનો જીવ બચાવીને ભાગી અને ઘરે પહોંચી હતી. પીડિતાએ તેના પરિવારના સભ્યોને તેની સાથે ઘટેલી દુષ્કર્મની ઘટના અંગે જાણ કરી તો તેના પરિવારે BKT પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધ દુષ્કર્મ કેસ નોંધાવ્યો હતો. આ કેસમાં પોલીસે બે શકમંદોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે.

આ દુષ્કર્મની ઘટના લખનઉ બીકેટી સ્થિતિ મૂસા નગરની રહેવાસી 14 વર્ષીય બાળકી ઘટી હતી. શનિવારે રાત્રે 8 વાગ્યાના સૂમેરે જ્યારે તે મોમોઝ ખરીદવા માટે બજાર ગઇ હતી. તે સમયે બે શખ્સોએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ, જ્યારે તે મોમોઝ લેવા ગઇ ત્યારે તેને જોયુ કે અસ્તિ રૉડની પાસે લારીની બાજુમાં બરગડી નિવાસી એશ અને તેનો એક સાથી ત્યાં ઉભો હતો.

જ્યારે સગીરા મોમોઝ ખરીદીને પાછી આવી રહી હતી તે સમયે બન્નેએ તેનો પીછો કર્યો અને ગાડીથી થોડે દૂર પહોંચતા જ આરોપી સગીરાને જંગલમાં ખેંચી ગયો હતો. જ્યારે યુવતીએ વિરોધ કર્યો તો બન્નેએ તેને મારી અને સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતુ. આ દરમિયાન બંનેએ પીડિતાના મોઢામાં કપડાનો ડૂચો મારી દીધો હતો, જેથી તે કોઈ અવાજ ના કરી શકે.


જ્યારે પીડિતા ગુનેગારોના ચુંગાલમાંથી બચવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે તેઓએ તેને ખૂબ માર માર્યો હતો. આરોપીઓએ એક ઈંટ ઉપાડી અને પીડિતાના હાથ પર મારી હતી. પીડિતાના શરીર પર કેટલીય જગ્યાએ ઇંટોના ઘા પડ્યા હતા. પીડિતાના જણાવ્યા અનુસાર, દુષ્કર્મ બાદ આરોપી તેને જંગલમાં છોડીને ભાગી ગયા હતા અને કોઈક રીતે તે ઘરે પાછી આવીને પરિવારને પોતાની વાત જણાવી હતી. 

આ મામલે પીડિતાના પરિવારજનોએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. લખનઉ કમિશનરેટના ડીસીપી ઉત્તર અભિજીત આર શંકરના જણાવ્યા અનુસાર, બે આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ઘટના સ્થળની આસપાસ હાજર લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર સીસીટીવી ફૂટેજમાં એક આરોપી દેખાઈ રહ્યો છે. આ કેસમાં પોલીસે SC ST એક્ટ અને ગેંગ રેપની કલમ હેઠળ કેસ નોંધ્યો છે.

error: