Satya Tv News

ગોંડલ માર્કેટયાર્ડમાં ચાઈનીજ લસણની આવક મામલે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. તેમજ ચાઈનીઝ લસણયાર્ડમાં આવતું અટકાવવા વેપારીઓની માંગ છે. આજથી રાજકોટ સહિત તમામ માર્કેટયાર્ડમાં લસણનો વેપાર બંધ કરવાની માંગ વેપારીઓ કરી રહ્યા છે. માર્કેટયાર્ડમાં લસણની હરાજી કરવામાં નહી આવે તેવી વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોને યાર્ડમાં લસમ ભરીને ન આવવા અપીલ કરાઈ છે. ગોંડલ માર્કેટયાર્ડમાં 30 કટ્ટા ચાઈનીઝ લસણની આવક થઈ હતી. ઉપલેટાનાં ખેડૂત માર્કેટયાર્ડમાં ચાઈનીઝ લસણ વેચવા લાવ્યા હતા.

ચીની લસણ જે દેખાવમાં તો સફેદ-સફેદ અને ખુબ સુંદર લાગે છે. આ લસણનો રંગ તો સફેદ છે જ પરંતુ જેની સાઈઝ પણ નોરમલ લસણથી ખુબ મોટી છે. જેથી તેને ફોલવું ખુબ સરળ છે. પરંતુ જેટલું આ લસણ સુંદર દેખાય છે. તેટલું જ તે ખતરનાક પણ છે. જે ચાઈનીઝ વલસણ પર 2006થી જ પ્રતિબંધ છે.ચાનીઝ લસણ જેટલું રુપાળું લાગે છે. તેટલું જ સ્વાસ્થ્ય માટે જોખમી પણ છે. આ લસણની ખેતી કેવી રીતે થાય છે તે તમે જાણશો તો ચોંકી જશો. તમને માન્યમાં નહીં આવે પરંતુ આ ચાઈનીઝ લસણની ગટરના પાણીથી ખેતી થાય છે. જેથી તે લેડ, આર્સેનિક, મર્કરી અન્ય હેવી મેટલથી જલ્દી તૈયાર થઈ શકે છે. એટલું જ નહીં તેને સફેદ રાખવા માટે ક્લોરીનથી બ્લીચ કરવામાં આવે છે. અને બ્લીચ માટે મિથાઈલ બ્રોમાઈડ કેમિકલનો ઉપયોગ થાય છે. હવે તમેજ વિચાર કરી લો કે, આવા હાનિકારક કેમિકલથી તમારા સ્વાસ્થ્ય પર કેટલું જોખમ ઉભું થઈ શકે છે.

error: