Satya Tv News

દિલ્હીમાં ભાજપના ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ પાસે કેજરીવાલ સરકારને બરખાસ્ત કરવાની માંગ કરી છે. ભાજપના ધારાસભ્યોએ 30 ઓગસ્ટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ધારાસભ્યોએ દિલ્હીના અરવિંદ કેજરીવાલને બરતરફ કરવા અંગે રાષ્ટ્રપતિને એક મેમોરેન્ડમ પણ સુપરત કર્યું હતું. ભાજપની માંગને રાષ્ટ્રપતિ સચિવાલયે ધ્યાનમાં લીધી છે. ભાજપના ધારાસભ્યોએ બંધારણીય સંકટને ટાંકીને દિલ્હી કેજરીવાલ સરકારને બરતરફ કરવાની માંગ કરી છે. પત્રમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જેલમાં હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે આ પત્ર કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલી આપ્યો છે. આવી સ્થિતિમાં રાજકીય વર્તુળોમાં એવો ગણગણાટ ચાલી રહ્યો છે કે રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવી શકે છે. ભાજપના ધારાસભ્યોના આ મેમોરેન્ડમ રાષ્ટ્રપતિ સચિવાલય દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલવામાં આવ્યા બાદ આ શક્યતાઓને વધુ બળ મળ્યું છે.

error: