Satya Tv News

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લિકર પોલિસી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 156 દિવસ બાદ સીએમ કેજરીવાલને જામીન આપ્યા છે. કોર્ટે કેજરીવાલને 10 લાખ રૂપિયાના બોન્ડ અને બે સિક્યોરિટી ડિપોઝિટ પર જામીન આપ્યા છે. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચે આ નિર્ણય સંભળાવ્યો છે. દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે પહેલાથી જ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. ત્યારબાદ ચર્ચા દરમિયાન સીબીઆઈ અને કેજરીવાલે પોતપોતાની દલીલો રજૂ કરી હતી. હરિયાણાની ચૂંટણી પહેલા કેજરીવાલનું જેલમાંથી બહાર આવવું આમ આદમી પાર્ટી માટે રાજકીય રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

error: