Skip to main content

Satya Tv News

બાંગ્લાદેશ વિરુદ્ધ 2 મેચની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ક્રિકેટરો ચેન્નાઈ આવી રહ્યા છે. 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈ ટેસ્ટ સીરિઝ શરુ થતાં પહેલા ટીમ ઈન્ડિયા ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેશે. જેના માટે રિષભ પંત, કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ અને વિરાટ કોહલી જેવા સ્ટાર ખેલાડીઓ ચેન્નાઈ પહોંચી ગયા છે. વિરાટ કોહલી સીધો લંડનથી સવારે 4 કલાકે ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.સ્ટાર ખેલાડી જસપ્રીત બુમરાહ, રિષભ પંત અને કેએલ રાહુલ એરપોર્ટ પર બસમાં જતા જોવા મળ્યા હતા. વિરાટ કોહલી પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે એરપોર્ટથી બહાર નીકળતો જોવા મળી રહ્યો છે. વિરાટ ઉપરાંત ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ ચેન્નાઈ પહોંચી ગયો છે. રોહિતનો એરપોર્ટથી બહાર નીકળવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં કેપ્ટન કડક સુરક્ષા વચ્ચે એરપોર્ટ પર જોવા મળી રહ્યો છે.

error: