પોરબંદરમાં ચોંકાવનારી ઘટના આવી સામે આવી છે. પોરબંદરમાં એક પ્રેમીએ પ્રેમિકાની એક સામાન્ય વાતને લઇને જ પ્રેમિકાની સ્કૂટીને આગ લગાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં પ્રેમિકાની સ્કૂટી બળીને ખાખ થઇ ગઇ છે. પ્રેમીના મિત્રો હથિયાર સાથે લઇને આવ્યો હોવાનું સામે આવ્યુ હતુ. યુવતીએ ઘરનો દરવાજો ન ખોલતા પ્રેમીને ગુસ્સો આવતા સ્કૂટીને આગ લગાવી હતી. જેના પગલે પ્રેમી અને તેના મિત્ર વિરુદ્ધ પ્રેમિકાએ ફરિયાદ નોંધાવી છે. એક આરોપીની અનેક ગુનામાં સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે કોટડા ગેંગનો સાગરીતે પ્રેમિકા સાથે અનેક વખત ઝઘડો કરતો હોવાનું સામે આવ્યુ છે.