
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં સફાઈ કામદાર તરીકે કામ કરતી 20 વર્ષીય યુવતીએ 9 લોકો પર કથિત રીતે સામૂહિક દુષ્કર્મનો આરોપ લગાવ્યા બાદ પોલીસે અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ જાણકારી આપી હતી. પીડિતા બી.એ.ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરે છે. અયોધ્યાના કેન્ટ પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થિનીએ નોંધાવેલી એફઆઈઆર અનુસાર, 16 અને 25 ઑગસ્ટ વચ્ચે ત્રણ અલગ-અલગ પ્રસંગોએ તેની પર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. કેન્ટના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટરે કહ્યું હતું કે, ‘2 સપ્ટેમ્બરે એફઆઈઆર નોંધવામાં આવી હતી અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.’