Satya Tv News

સોના અને ચાંદીના ભાવમાં મંગળવારે ફરીથી ઘટાડો જોવા મળ્યો છે. ગઈ કાલે સાંજે પણ IBJA વેબસાઈટ મુજબ સોનાના ક્લોઝિંગ રેટમાં ઘટાડો જોવા મળ્યો હતો.ભારતીય વાયદા બજાર (MCX) પર આજે સવારે સોનું અને ચાંદી બંને કડાકા સાથે જોવા મળ્યા. ગોલ્ડ ફ્યૂચર 109 રૂપિયાના ઘટાડા સાથે 73,387 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું. કાલે તે 73,496 પર ક્લોઝ થયું હતું. આ દરમિયાન ચાંદી પણ 160 રૂપિયાના ઘટાડા સાથે 89,449 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે કાલે 89,609 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. .

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે મામૂલી 16 રૂપિયાના વધારા સાથે 73,505 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. જે કાલે 73,489 રૂપિયા પર ક્લોઝ થયું હતું. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 15 રૂપિયાના વધારા સાથે 67,331ના સ્તરે પહોંચ્યુ જે કાલે 67,316 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં આજે કડાકો જોવા મળ્યો છે. 286 રૂપિયા ગગડીને ચાંદી આજે 88,028 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી જે કાલે 88,314 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.

error: