Skip to main content

Satya Tv News

પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઘર કંકાસના કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણીવાર આ તકરાર મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કરી લે છે. પરંતુ આવા વિવાદના કારણે જો કપલ એકબીજા પર જીવલેણ હુમલો કરે તો તેનાથી સારુ એકબીજાથી અલગ થઈ જવું જોઈએ. ત્યારે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુક્રેનમાં રહેતા એક શખ્સે પોતાની પત્ની સાથે ક્રૂરતાની તમામ હદો પાર કરી દીધી હતી. પતિની આ ક્રૂરતા જોઈને કોર્ટે તેને 18 વર્ષની સજા ફટકારી છે.

News18 Gujarati

36 વર્ષીય યુક્રેની નાગરિક ઓલેકેન્ડર એસને પત્ની પર ક્રૂર હુમલાના મામલે દોષિત ઠેરવ્યો છે. કોર્ટે તેને 18 વર્ષની સજા સંભળાવી છે. તેના પર આરોપ છે કે, પોતાનાથી અલગ રહેતી પત્નીને પલંગ સાથે બાંધીને તેના પ્રાઇવેટ પાર્ટમાં ફટાકડો ફોડ્યો હતો. શખ્સે આવું એટલા માટે કર્યું કેમ કે, પત્ની તેની સાથે રહેવા આવવાથી ઇનકાર કરતી હતી.

જાણકારી અનુસાર, પતિ-પત્ની અલગ રહી રહ્યાં હતા. બંનેનો કેસ ચાલી રહ્યો હતો. અલગ થતા પહેલા બંનેની મુલાકાત થઈ અને પતિએ પોતાની પત્નીને સેક્સ માટે રાજી કરી લીધી. પરંતુ ત્યારબાદ જે થયું તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. પતિ પર આરોપ છે કે, તેણે શારીરિક સંબંધ બાંધ્યા પછી પત્નીના પ્રાઇવેટ પાર્ટમાં ફટાકડો મૂકીને ફોડ્યો હતો. જેથી તેની પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી.

ત્યારબાદ તે પોતે જ પોતાની પત્નીને લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં મહામહેનતે મહિલાનો જીવ બચાવી શકાયો

જોકે ચેક ગણરાજ્યની એક અદાલતે તેને ક્રૂર ગણાવી શખ્સને 18 વર્ષની જેલની સજા ફટકારી છે. એટલું જ નહીં જેલમુક્ત થયા બાદ દેશની બહાર નીકળી જવાનો આદેશ આપ્યો છે. જણાવાઈ રહ્યું છે કે, ઓલેકેન્ડર એસથી અલગ રહેતી પત્નીથી બદલો લેવા માટે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

error: