Satya Tv News

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમી વચ્ચે હાલ રાજ્યમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની અગાહી કરી છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી વરસાદની શક્યતા છે. આ સાથે ગુજરાતના અન્ય ભાગો માં વરસાદી ઝાપટાં પડશે તેવી આગાહી તેમણે કરી છે. અંબાલાલ પટેલે કહ્યુ છે કે, 22 સપ્ટેમ્બરથી બંગાળનો ઉપસાગર સક્રિય થશે અને 27થી 29 સપ્ટેમ્બરથી ગુજરાતના ભાગોમાં સિસ્ટમ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ થશે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વડોદરા, આણંદ, નડીયાદ, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડશે. આ સાથે દક્ષિણ ગુજરાતના સુરત આસપાસના વિસ્તારોમાં વરસાદ આવશે. મહત્વનું છે કે, 28 સપ્ટેમ્બર બનતી નવી સિસ્ટમ વાવાઝોડુ બંગાળમા બનશે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ લાવશે. આ સાથે અરબ સાગર સાયક્લોનિક સર્ક્યુલેશન થશે. અહીં એ પણ મહત્વનું છે કે, નવરાત્રીમાં નવી સિસ્ટમ બનશે જે વરસાદ લાવશે અને તે કારણે જ નવરાત્રી દરમિયાન કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે.

અંબાલાલની આગાહી પ્રમાણે શરદ પૂનમ પછી પણ વરસાદી ઝાપટાં પડશે. આ સાથે અલ નીનો ની અસર થતા 3 ડિસેમ્બર બાદ ઠંડી પડશે અને 22 ડિસેમ્બર દરમિયાન ગાત્રો થીજવતી ઠંડી પડશે અને 27 ડિસેમ્બર આસપાસ ઠંડીનું આગમન થાય તેવી સંભાવના છે.

error: