Satya Tv News

શરાફા બજાર અને વાયદા બજારમાં સોનાના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 440 રૂપિયા ઉછળીને 74,533 રૂપિયા પર પહોંચ્યું છે. જ્યારે શુક્રવારે તે 74,093 પર ક્લોઝ થયું હતું. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે 403 રૂપિયા વધીને 68,272 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે જોવા મળ્યું જે શુક્રવારે 67,869 પર ક્લોઝ થયું હતું. ચાંદીની વાત કરીએ તો ચાંદી આજે ગગડી છે. 508 રૂપિયા તૂટીને ચાંદી આજે 88,409 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી છે. જે શુક્રવારે 88,917 પર ક્લોઝ થઈ હતી.

વાયદા બજાર (MCX) પર સોનાના ભાવની વાત કરીએ તો આજે 260 રૂપિયાની તેજી સાથે 74,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે. જે શુક્રવારે 74,040 રૂપિયા પર બંધ થયું હતું. ચાંદીમાં થોડી સુસ્તી હતી. તે 15 રૂપિયાના સામાન્ય વધારા સાથે 90,150 રૂપિયાના સ્તરે જોવા મળી જે ગત છેલ્લા સત્રમાં 90,135 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.

error: