અમરેલીનાં મિતિયાળા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક રાઘવ કટકીયા ઉર્ફે રધુ રમકડાની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. ગ્રામજનોએ શિક્ષકને ધોડા પર બેસાડી વિદાય આપી હતી. રાધવ કટકીયા ઉર્ફે રઘુ રમકડુંના નામથી શિક્ષક ઓળખાય છે. મિતિયાળાથી વતન માંડવડા શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ રડી પડ્યા હતા.અનેક એવોર્ડ વિજેતા રઘુ રમકડું બાળકોનો પ્રેમ જોઈ તેઓ પણ રડી પડ્યા હતા. જ્ઞાન સાથે ગમ્મત આપવાની આગવી કળાથી શિક્ષણની નવી કેડી કંડારી છે. બાળ હૈયામાં સાચા શિક્ષકની છબી અંકિત કરનારા શિક્ષકની બદલીથી ગ્રામજનો પણ રડી પડ્યા હતા. ગ્રામજનોએ ઘોડા પર બેસાડીને શિક્ષકને વિદાય આપી હતી. છેલ્લા 8 વર્ષથી મિતિયાલા પ્રાથમિક શાળામાં નોકરી કરતા હતા.
